શિકાગોમાં ઓબામાના જીવનસફરની ઝલક કરતું પ્રેસિડેન્શિયલ સેન્ટર

Sunday 28th June 2026 06:29 EDT
 
 

વોશિંગ્ટનઃ લગભગ એક દસકો રાહ જોયા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઓબામા પ્રેસિડેન્શિયલ સેન્ટરને લોકો માટે ખુલ્લુ મૂકાયું છે. શિકાગોના ઐતિહાસિક જેક્સન પાર્ક વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં ઓબામાની માત્ર લાઈબ્રેરી કે મ્યુઝિયમ નથી પરંતુ, તેમના જીવન, શિક્ષણ અને એક યંગ લીડર તરીકે શરૂઆતથી લઈને પ્રેસિડેન્ટ બનવા સુધીની તમામ માહિતી છે.
પ્રોજેક્ટ પાછળ અંદાજે 850 મિલિયન ડોલર ખર્ચો કરાયો છે. 19 એકર વિસ્તારમાં ફેલાયેલા કેમ્પસમાં મ્યુઝિયમ ઉપરાંત ગાર્ડન, ગેમ્સ અને કોન્સર્ટ માટે સ્પેશિયલ પ્લેસ, લાઈબ્રેરી બ્રાન્ચ, અને અનેક આર્ટ વર્કને સમાવાયા છે. આ સેન્ટરમાં આકર્ષણનું કેન્દ્ર આઠ માળ ઊંચું ગ્રેનાઈટ ટાવર છે. ટાવરમાં ઓબામાના જીવન, રાજકીય સફર અને અમેરિકાના અધિકાર આંદોલનની તમામ માહિતી રજૂ કરાઇ છે.
શિકાગો ઓબામા માટે ખાસ મહત્વ ધરાવે છે. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા તેમણે અહીં કમ્યુનિટી ઓર્ગેનાઈઝર તરીકે કામ કર્યું હતું એટલે આ સેન્ટર માટે કહી શકાય કે, તે બરાક ઓબામાના ‘યસ વી કેન’થી ‘મિશેલ યુ ટુ’ની સફર જેવું છે. મિશેલ ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે તે વાત નક્કી છે અને આ સેન્ટર મિશેલ ઓબામાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવાના કેમ્પેઈનના પ્રારંભ તરીકે જોવાઇ રહ્યું છે. આ પ્રસંગે ચાર પૂર્વ રાષ્ટ્રપતિ એક સાથે જોવા મળ્યા હતા. બિલ ક્લિન્ટન, જયોર્જ બુશ, જો બાઈડેન, બરાક ઓબામા. ઓબામાએ રાષ્ટ્રપતિ બનીને સૌને ચોંકાવ્યા હતા. તેમ મિશેલ પણ રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter