શિક્ષણથી વંચિત બાળકોની મદદ કરતા ઈશાન પટેલનું સન્માન

Thursday 25th February 2016 01:39 EST
 

ન્યૂ યોર્ક: અમેરિકા અને સમગ્ર વિશ્વમાં વિકાસથી વંચિત બાળકોના શિક્ષણ માટેની સુવિધાઓમાં સુધારો થાય અને તેમને યોગ્ય શિક્ષણ મળે એ માટે દાન એકત્ર કરીને તેમને મદદ કરનારા ભારતીય મૂળના ૧૩ વર્ષના તરુણ ઈશાન પટેલનું તાજેતરમાં અમેરિકામાં સન્માન કરાયું હતું. પ્લાન્ટિંગ પેન્સિલ નામે ઈશાન આ કાર્ય કરી રહ્યો છે. ઈશાનનું સન્માન ‘મિલન કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન’ દ્વારા કરાયું હતું. 

ઈશાન વેસ્ટ હર્ટફર્ડશાયરની કિંગ્સવૂડ-ઓક્સફર્ડ શાળામાં ભણે છે અને એણે સમગ્ર વિશ્વમાં શિક્ષણથી વંચિત રહેતાં બાળકોને શિક્ષણ મળે એ માટે પ્રયત્નો શરૂ કર્યાં છે. ‘મિલન કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન’ એ ભારતીય મૂળના અમેરિકામાં વસતા લોકોનું સંગઠન છે અને એનો મુખ્ય હેતુ વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ ધબકતી રહે એવો છે. વિદેશમાં ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો આ સંગઠન દ્વારા અવાર નવાર યોજાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter