વોશિંગ્ટનઃ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસલમાનો અને અન્ય લઘુમતિઓને નિશાન બનાવવા બદલ તથા તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવા બદલ ચીનના ૨૮ એકમોને બ્લેકલિસ્ટ કરી દીધાં છે. અમેરિકાના વાણિજય પ્રધાન વિલ્બર રોસે આ અંગેની જાહેરાત કરી હતી.
અમેરિકાની આ જાહેરાતથી આ એકમો હવે અમેરિકન વસ્તુઓ ખરીદી શકશે નહીં. રોસે જણાવ્યું છે કે ચીનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારને ક્યારેય પણ સહન કરશે નહીં. અમેરિકન ફેડરલ રજિસ્ટર દ્વારા બ્લેક લિસ્ટ કરાયેલી કંપનીઓમાં હિકવિઝન, મેગ્વી ટેકનોલોજી સેન્સ ટાઇમ સામેલ છે.

