શીખ હોવાથી મારી સાથે ભેદભાવ કરાય છેઃ હરમીત ધિલ્લોં

Saturday 28th January 2023 14:50 EST
 
 

વોશિંગ્ટનઃ રિપબ્લિકન નેશનલ કમિટી (RNC)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી રહેલા અગ્રણી ભારતવંશી અમેરિકી વકીલ હરમીત ધિલ્લોંએ પોતાની સામે વંશીય ભેદભાવનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે શીખ હોવાને કારણે મારી રિપબ્લિકન પાર્ટીના નેતા હુમલો કરે છે. તેમણે કહ્યું કે તેઓ તેનાથી હાર નહીં માને અને સર્વોચ્ચ પદ માટેની દોડમાં યથાવત્ રહેશે. કેલિફોર્નિયા રિપબ્લિકન પાર્ટીના પૂર્વ સહ અધ્યક્ષ ધિલ્લોં 54 વર્ષના છે. તેઓ આ પદ માટે શક્તિશાળી ઉમેદવાર રોના મેકડેનિયલ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું કે મને અનેક ધમકીના મેલ મળી રહ્યા છે. રોનાના સ્ટેટ સમર્થકોમાંથી એકે ડો. માર્ટિન લૂથર કિંગ જુનિયરના વારસાને લઇને પરિણામ ભોગવવાની ધમકી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter