શું મસ્ક ભવિષ્યમાં ટ્રમ્પના હરીફ બનીને ઉભરશે?

Sunday 26th January 2025 04:28 EST
 
 

ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ - બિલિયોનેર મસ્કની નિકટતાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પની જીત પછી મસ્ક અને ટ્રમ્પની નિકટતાની વધુ ચર્ચા થઈ છે. ટ્રમ્પના વહીવટી નિર્ણયો પર મસ્કની દખલગીરી જોવા મળી રહી છે. ટ્રમ્પની કેબિનેટની નિમણૂકમાં પણ મસ્કે મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમણે પસંદગી પહેલાં જ ઘણા મંત્રીઓના નામ સૂચવ્યાં હતાં. પરિણામ એવું કહેવામાં આવી રહ્યું છે કે મસ્ક આગામી દિવસોમાં ટ્રમ્પ પર હાવી થઈ શકે છે. જોકે આમ થવાની શક્યતા નહિવત છે. મસ્ક ક્યારેય પણ ટ્રમ્પ માટે રાજકીય હરીફ બની શકશે નહીં કારણ કે બન્નેનું લક્ષ્ય એક જ છે. બન્ને અમેરિકા ફર્સ્ટ નીતિ પર કામ કરી રહ્યા છે. બન્ને અમેરિકાને ફરી મહાન બનાવવાની તરફેણમાં છે. વળી, મસ્ક વિદેશી મૂળના છે પરિણામે અમેરિકાના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય નથી. આ જ કારણે ટ્રમ્પ તેમની સલાહને સામાન્ય રીતે લે છે. ચૂંટણી પછી એલન મસ્કે ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાં ટ્રમ્પ સાથે ઘણો સમય વિતાવ્યો છે. તેમણે અનેક વિદેશી નેતાઓ સાથે ટ્રમ્પની વાતચીતમાં ભાગ લીધો હતો. જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગ પણ સામેલ છે. પરિણામે એવી આશંકા છે કે મસ્ક વિદેશી નેતાઓ સાથેની ભાગીદારીને પ્રભાવિત કરી શકે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter