લંડનઃ 2020માં યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જ્યોર્જિયા સ્ટેટમાં ચૂંટણી પરિણામો ઉલટાવી દેવાના આરોપસર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરાઇ હતી. આ સમયે ફુલટોન કાઉન્ટી જેલમાં એક આરોપી તરીકે તેમની તસવીર લેવામાં આવી હતી. આ પહેલાં ટ્ર્મ્પની વિવિધ કેસમાં ત્રણ વાર ધરપકડ થઇ ચૂકી છે. ન્યૂયોર્ક સિટી, મિયામી અને વોશિંગ્ટન ડીસીમાં ધરપકડ સમયે તેમની આરોપી તરીકેની તસવીર લેવાઇ નહોતી. આમ આ મગ શોટ 21મી સદીની ઐતિહાસિક તસવીર બની રહી છે.