સમીર પટેલની ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે નિમણૂક

Wednesday 12th May 2021 07:02 EDT
 
 

એટલાન્ટાઃ ભારતીય – અમેરિકન વકીલ સમીર પટેલની રાજ્યના નોર્થવેસ્ટ ભાગમાં ટોચના પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરાઈ હતી. ગવર્નર બ્રાયન કેમ્પે ચેરોએ સમીર પટેલની ચેરોકી જ્યુડિશિયલ સર્કીટમાં બાર્ટો અને ગોર્ડન કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે નિમણૂક કરી હતી.
કેમ્પે ભૂતપૂર્વ એટર્ની રોઝમેરી ગ્રીનની આ સરકીટમાં સુપિરિયર કોર્ટમાં નિમણૂક કરતાં ખાલી પડેલી જગ્યાએ સમીર પટેલની નિમણૂક કરાઈ હતી. પટેલ ટેનેસી યુનિવર્સિટીની ઈન્ફર્મેશન સાયન્સીસ એન્ડ જનરલ મેનેજમેન્ટની બેચલર્સ ડિગ્રી અને જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીની લોની ડિગ્રી ધરાવે છે. ૨૦૧૦થી પટેલ કાર્ટર્સવિલમાં વ્હાઈટ એન્ડ ચોએટના એસોસિએટ એટર્ની તરીકે કાર્યરત હતા. ૨૦૧૭થી પટેલે યુહાર્લીના મ્યુનિસિપલ કોર્ટના જજ તરીકે ફરજ બજાવી હતી.  
અગાઉ તેમણે કેનેસોમાં ITT ટેક્નિકલ ઈન્સ્ટિટ્યુટમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે પાર્ટ – ટાઈમ ફરજ બજાવી હતી. તેઓ ત્યાં ક્રિમિનલ લો, કોન્સ્ટિટ્યુશનલ લો અને એથિક્સ શીખવતા હતા. અગાઉ પટેલે ચેરોકી જ્યુડિશિયલ સર્કીટમાં પાંચ વર્ષ સુધી આસિસ્ટન્ટ પબ્લિક ડિફેન્ડર તરીકે કામ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter