સાઉથ કેલિફોર્નિયામાં બીજા દિવસે પણ ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ

Wednesday 10th July 2019 07:34 EDT
 

લોસ એન્જલેસઃ દક્ષિણ કેલિફોર્નિયામાં છઠ્ઠીએ સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પાંચમીએ ૬.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી છઠ્ઠીએ ૭.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છઠ્ઠીએ ભૂકંપમાં પણ કોઈને જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. જોકે, ટ્રોનામાં ઈમારતો ધરાશયી થવા અને વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો તેમ કેલિફોર્નિયા ઓફિસ ઓફ ઈમરજન્સી સર્વિસના ડાયેર્કટર માર્ક ઘિલારદુક્કીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ગેસ લીક થવાને કારણે આગની ઘટનાઓ જોવા મળી હતી. આ ઉપરાંત વીજ પુરવઠો, પાણી પુરવઠો અને કોમ્યુનિકેશન ખોરવાયાની અનેક ફરિયાદો મળી હતી. દક્ષિણી કેલિફોર્નિયામાં બે દશકાનો આ સૌથી ખતરનાક ભૂકંપ ગણાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter