સાઉથ ફ્લોરિડામાં ભારતીય નર્સની હત્યા

Saturday 08th August 2020 07:14 EDT
 

ન્યૂ યોર્કઃ એક ભારતીય મૂળની નર્સને હોસ્પિટલની બહાર જ ચાકુના અનેક ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં તે એક વાહન સાથે અથડાઇ હતી. સાઉથ ફલોરિડાની પોલીસ આ હત્યાને ઘરેલુ હિંસા ગણાવે છે. કેરળની ૨૬ વર્ષની મેરિન જોયને ગયા મંગળવારે કોરલ હોસ્પિટલની બહાર અનેક ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મેરિન હોસ્પિટલમાંથી બહાર નીકળી ત્યારે તેને ચાકુના અનેક ઘા ઝીંકાયા હતા. હત્યારાએ પહેલા તો એને પાછળથી પકડી હતી અને પછી ચાકુના ઘા કર્યા હતા. હત્યારો ચાકુના ઘા કરીને ભાગી ગયો હતો ત્યાર પછી મેરિન એક ટ્રક સાથે અથડાઇ હતી. પોલીસ આ ઘટનાને ઘરેલુ ઝગડા સાથે મેળવીને જુએ છે. તેમનું કહેવું હતું કે ઘરેલુ ઝગડાના કારણે મેરિન જોય પર ઘા ઝીંકવામાં આવ્યા હશે.




to the free, weekly Gujarat Samachar email newsletter