સાઉદી પ્રિન્સને રાજદ્વારી છૂટ અપાતા હોબાળો

Friday 25th November 2022 07:00 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકાએ પત્રકાર જમાલ ખશોગીની હત્યાના કેસમાં ઘેરાયેલા સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને અમેરિકામાં પ્રવેશવા રાજદ્વારી છૂટ આપવા નિર્ણય કર્યો છે. આ સાથે અમેરિકાએ તેના આ નિર્ણયનો બચાવ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની સરખામણી કરી હતી. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને રાજદ્વારી છૂટ આપતા અમેરિકાએ કહ્યું હતું કે પ્રિન્સ સલમાન અમેરિકા આવશે તો તેમણે કાયદાકીય પ્રક્રિયાનો સામનો નહીં કરવો પડે. સલમાન સાઉદી અરબના વડા પ્રધાન છે. અમેરિકાએ કહ્યું હતું કે, અગાઉ પણ અનેક નેતાઓને આ પ્રકારની છૂટ અપાઈ છે. હકીકતમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ પર પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનો આરોપ છે. આ મુદ્દે અમેરિકા અને સાઉદીના સંબંધો પણ કથળ્યા છે. જોકે, અમેરિકાએ તાજેતરમાં ક્રાઉન પ્રિન્સ સલમાનને રાજદ્વારી છૂટ આપવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter