ન્યૂ યોર્ક: કેલિફોર્નિયામાં રહેતા ભારતીય મૂળના સાત ટેકનોક્રેટ્સ સામે ઇનસાઇડર ટ્રેડિંગ કરીને કરોડો ડોલરનો ગેરકાયદે નફો કમાયા હોવાના આરોપો લગાવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ કહ્યું હતું કે આ સાતેય લોકો દ્વારા ખોટી રીતે ઈનસાઇડર ટ્રેડિંગ કરાયું હતું અને 10 લાખ ડોલર કરતાં વધુ રકમની ગેરકાયદે કમાઈ કરી હતી.
હરિપ્રસાદ સૂરે, લોકેશ લાગુડુ, છોટુ પ્રભુ તેમજ પુલુગમ મિત્રો હતા અને સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલી ક્લાઉડ કમ્પ્યુટિંગ કોમ્યુનિકેશન કંપની ટ્રિવલિઓમાં સોફ્ટવેર એન્જિયિર તરીકે ફરજ બજાવતા હતા. કમિશને જણાવ્યું હતું કે હરિપ્રસાદ સૂરેએ તેના મિત્ર દિલીપકુમાર રેડ્ડી કામુજુલાને ટ્રિવિલઓના શેરમાં રોકાણ કરીને સફળતાપૂર્વક ઓપ્શન્સ ટ્રેડિંગ કરીને નફો કમાયા હોવાની માહિતી આપી હતી. લાગુડુએ તેની ગર્લફ્રેન્ડ સાઈ નેક્કાલપુડીને આ રીતે ટ્રેડિંગ દ્વારા નફો કમાવાની ટિપ્સ આપી હતી. સાઈએ તેના પૂર્વ રૂમમેટ અભિષેક ધર્મપુરીકરને અને પુલુગમે તેનાં ભાઈ ચેતન પ્રભુ પુલુગમને ટ્રિવલિઓનાં શેરમાં ઈનસાઈડર ટ્રેડિંગ કરીને કરોડોની કમાણી કરવાની ટિપ્સ આપી હતી.