સાન્તાની ટ્રેન ૧૭૫ કિમીનાં બધાં સ્ટેશને બાળકોને ગિફ્ટ વહેંચે છે

Thursday 29th November 2018 02:42 EST
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં કેન્ટકીના કોલસાના ભંડારવાળા એપલાચિયા ક્ષેત્રમાં સાન્તાક્લોઝની ટ્રેન ગિફ્ટ વિતરણ કરવા નીકળી ચૂકી છે. તેની સાથે જ દુનિયામાં ક્રિસમસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ટ્રેન ક્રિસમસના એક મહિના પહેલાં શરૂ થઈ જાય છે. તેમાં સવાર થઈને સાન્તા ૧૭૫ કિમી સફર કરે છે. આ દરમિયાન રૂટમાં આવતા ૧૪માંથી પ્રત્યેક સ્ટેશને ટ્રેન રોકાય છે જ્યાં સાન્તા પાસેથી ગિફ્ટ લેવા માટે બાળકો સાથે તેમનાં માતા-પિતા પણ પહોંચે છે. શહેરથી લગભગ દૂર મનાતો વર્જિનિયાના આ વિસ્તારમાં રહેલા લોકોને શોપિંગ માટે કિંગ્સપોર્ટ જવું પડે છે. ૧૯૪૩માં બીજા વિશ્વયુદ્ધમાં એપલાચિયાની કોલસાની ખાણો પર બોમ્બમારો કરાયો હતો. ત્યારે ક્રિસમસ આવવાની હતી. બોમ્બમારાથી ધંધા ઠપ્પ થઈ ગયા. લોકો નિરાશ હતા. ત્યાં ફ્લેમ ડોબિન્સનો હાર્ડવેર સ્ટોર હતો જ્યાં મોટા ભાગના લોકો સામાન ખરીદતા હતા.

ડોબિન્સે વિચાર્યું કે ગ્રાહકોનો આભાર માનવા ક્રિસમસ સારું રહેશે એટલે તેમણે સાથી વેપારીઓની મદદથી ક્લિન્ચફિલ્ડ સ્ટેશનથી ટ્રેનમાં ગિફ્ટ વિતરણ શરૂ કર્યું. આ સિલસિલો ૭૫ વર્ષથી ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter