લોસ એન્જલસ, કેલિફોર્નિયાઃ ૨૪ જુલાઈએ NoHo આર્ટ્સ ડિસ્ટ્રિક્ટ ખાતે યોજાયેલા ઈવેન્ટમાં પ્રોડક્શન અને એડિટીંગ કામ માટે ૨૨ વર્ષીય ભારતીય અમેરિકન પત્રકાર સિમરન સિંઘને બે લોસ એન્જલસ એરિયા એમી એવોર્ડ્ઝ મળ્યા હતા. આ કાર્યક્રમનું ટેલિવિઝન એકેડમીથી Emmys.com/LAપર સ્ટ્રીમીંગ કરાયું હતું.
નેટિવ અમેરિકન રેપર સુપામેન વિશેની ગુડ મેડિસિન સ્ટોરીનું એડિટીંગ કરવા બદલ સિંઘને આઉટસ્ટેન્ડિંગ એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ સ્ટોરી માટે એક એવોર્ડ અપાયો હતો. સિંઘે ટ્વિટ કર્યું કે અન્યાય સામેની લડતની આ સ્ટોરીના એડિટર તરીકે કામ કરવાનો મને બહુ રોમાંચ થયો.
આઉટસ્ટેન્ડિંગ ન્યૂ સિરીઝ માટે તેમને બીજો એમી એવોર્ડ “FACEism,” માટે મળ્યો હતો. તે મલ્ટિ પાર્ટ સિરીઝ છે જે અમેરિકામાં લઘૂમતી જૂથો પ્રત્યેનું વર્તન અને ઈતિહાસને આવરી લે છે.
ABC7’s આઈ વિટનેસ ન્યૂઝના જાણીતા એંકર ડેવિડ ઓનોના શબ્દોમાં કહીએ તો આ પ્રોગ્રામનો હેતુ ઈતિહાસની વારંવાર થતી અવગણનાને ખૂલ્લી પાડવાનો અને એકબીજાને સારી રીતે સમજવાનો છે.
સિંઘ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના એનનબર્ગ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી ગ્રેજ્યુએટ થયા છે. તેઓ BuzzFeed ના રાઈટર છે.
તેમણે જણાવ્યું કે તેમને સ્ટોરી ટેલીંગ માટે ટૂલ્સ તરીકે નવા ડિજીટલ પ્લેટફોર્મ્સ અને ટેક્નોલોજીનો લાભ લેવામાં બહુ રસ છે. તેમનો હેતુ વિવિધ વસતિના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લઈને સ્ટોરી શેર કરવાનો છે.