સીઆઈએમાં સીટીઓ પદે ભારતવંશી નંદ મુલચંદાની

Saturday 07th May 2022 08:48 EDT
 
 

વોશિંગ્ટન: ભારતીય મૂળના સિલિકોન વેલી આઈટી નિષ્ણાત નંદ મુલચંદાનીની અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના પ્રથમ ચીફ ટેકનોલોજી ઓફિસર (સીટીઓ) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મુલચંદાનીએ દિલ્હીની શાળામાં અભ્યાસ કર્યો છે. આ અંગેની જાહેરાત સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ જે બર્ન્સે સોશિયલ મીડિયામાં કરી હતી. સીઆઈએના જણાવ્યા અનુસાર મુલચંદાની પાસે સિલિકોન વેલીમાં કાર્ય કરવાનો 25 વર્ષથી વધુનો અનુભવ છે. મુલચંદાનીએ કોર્નેલમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને ગણિતની સ્નાતક ડિગ્રી, સ્ટેનફોર્ડમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે.
તેમણે શરૂ કરેલી અનેક કંપનીઓ આઈટીની દિગ્ગજ કંપનીઓએ હસ્તગત કરી છે. આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં મુલચંદાનીએ જણાવ્યું છે કે સીઆઈએમાં જોડાવું મારા માટે એક ગર્વની વાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter