સીએટલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

Friday 13th March 2026 05:45 EDT
 
 

હાલમાં વિશ્વના અનેક દેશો યુદ્ધમાં સપડાયા છે ત્યારે અહિંસા અને શાંતિના પ્રતીક મહાત્મા ગાંધીની પ્રતિમાનું અમેરિકાના મોન્ટાના સ્ટેટના સીએટલમાં અનાવરણ થયું છે. જાણવા જેવી વાત તો એ છે કે ઇરાન પર હુમલાની આગેવાની કરી રહેલા અમેરિકાના સત્તાધીશોએ  જ ગાંધીજીએ અપનાવેલા અહિંસાના આદર્શોની વર્તમાન વિશ્વ વ્યવસ્થામાં ખૂબ જ જરૂર હોવાની હિમાયત કરી હતી. સીએટલમાં ભારતના કોન્સલ જનરલ પ્રકાશ ગુપ્તા અને મોન્ટાનાના ગવર્નર ગ્રેગ જિયાનફોર્ટે સંયુક્ત રીતે આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા ભારત સરકાર તરફથી મોન્ટાના સ્ટેટને ભેટ તરીકે આપવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter