વોશિંગ્ટનઃ આપણે સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ વિશે તો જાણીએ છીએ, પરંતુ એવું પહેલી વાર બન્યું છે કે, એક કાર ફેક્ટરીમાંથી બહાર નીકળીને વગર ડ્રાઈવરે સીધી ખરીદદારના ઘરે પહોંચી ગઈ હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ત્રીસ મિનિટનો સમય લાગ્યો હતો. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કના જન્મદિવસના એક દિવસ પહેલા ટેસ્લાએ ફૂલ્લી ઓટોમેટિક કારની ડિલિવરી કરી હતી. મોડલ વાય ઈલેક્ટ્રિક કાર સેલ્ફ ડ્રાઈવ કરીને નવા માલિક પાસે પહોચી હતી. ડિલિવરી દરમિયાન કારની સ્પીડ 116 કિમી હતી. આ કારની કિંમત લગભગ રૂ. 51 લાખ છે. ટેસ્લાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ટેક્સાસ સિટીમાં પહેલી સેલ્ફ ડ્રાઈવિંગ કારની ડિલિવરી કરી છે. આ કાર કોઈ ડ્રાઈવર અથવા રિમોટ ઓપરેટર વિના ચાલી શકે છે.