વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE)નો ક્રૂર ચહેરો ખુલ્લો પડી ગયો છે. ICEએ મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં એક કાર રોકીને સ્કૂલેથી પરત ફરી રહેલા 5 વર્ષના બાળકની અટકાયત કરી હતી. સાથે જ કારમાં સવાર બાળકના પિતા એડ્રિયનની ધરપકડ કરાઈ હતી. પિતા-પુત્રને ટેક્સાસ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં મોકલાયા છે. આઈસીઈના મતે બન્ને ગેરકાયદે ઇમિગ્રન્ટ છે અને તેમને અમેરિકા માટે ખતરારૂપ ગણી અટકાયતમાં લેવાયા છે.


