હવે H-1B ધારકના જીવનસાથીને કામનાં અધિકારો મળશે

Saturday 16th April 2022 06:38 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાનાં બે સાંસદો દ્વારા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં H-1B વિઝાધારકોનાં જીવનસાથીને આપોઆપ કામનાં અધિકારો આપતું બિલ રજૂ કરાયું છે. આનાથી ભારતનાં H-4 વિઝા ધરાવતા તમામ લોકોને બિલનો લાભ મળશે અને તેઓ અમેરિકાની કંપનીઓમાં જોબ કરી શકશે. H-4 વિઝાધારકો એવા ડિપેન્ડન્ટ છે કે જેઓ અમેરિકામાં H-1B, H-2A, H-2B અને H-3 વિઝા ધરાવતી વ્યક્તિનાં જીવનસાથી કે સંતાનો છે. હાલનાં નિયમો મુજબ ફક્ત કેટલીક કેટેગરીનાં H-4 વિઝાધારકો જ નોકરી મેળવવા માટેનાં દસ્તાવેજો રજૂ કરીને ત્યાં જોબ મેળવી શકે છે.
અમેરિકાનાં બે સાંસદો કેરોલીન બોર્ડેક્સ તેમજ મારિયા એલ્વિરા સાલઝાર દ્વારા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં H-4 વર્ક ઓથોરાઈઝેશન એક્ટ રજૂ કરાયો છે. જેમાં H-1B વિઝાધારકનાં જીવનસાથીને H-4 વિઝા મેળવ્યા પછી આપોઆપ કામ કરવાનાં કે જોબ કરવાનાં અધિકારો મળે તે માટે હાલનાં કાયદામાં કેટલાક ફેરફારો કરવા મંજૂરી મંગાઇ છે. આ કાયદો અમલમાં આવે તે પછી H- 4 વિઝા ધારકે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) માટે ફોર્મ I-765 ભરવાની જરૂર રહેશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter