હવે ટીવી શોમાં ભાગ લો અને યુએસ સિટિઝનશીપ જીતોઃ ટ્રમ્પના ભેજાની નીપજ

Saturday 24th May 2025 05:44 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક નવતર વિચાર સામે આવ્યો છે. અમેરિકન નાગરિકતા હવે ફક્ત કાનૂની પ્રક્રિયા અને સ્કિલ દસ્તાવેજો દ્વારા જ નહીં પરંતુ બિગ બોસ જેવા રિયાલિટી ટીવી શો દ્વારા પણ મેળવી શકાય છે. અમેરિકાના ગૃહ મંત્રાલયે આ માટે ‘ધ અમેરિકન શો’ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ અનોખા ટીવી શોમાં વિવિધ દેશોના ઇમિગ્રન્ટ્સ અમેરિકન પરંપરા, રિવાજો અને દેશભક્તિ સંબંધિત કાર્યોમાં ભાગ લેશે. વિજેતાને અમેરિકી નાગરિકતા અપાશે. આ રિયાલિટી શોનું નેટફ્લિક્સ પર લાઈવ પ્રસારણ પણ કરાશે.
‘ધ અમેરિકન શો’ પ્રોજેક્ટના પ્રથમ એપિસોડમાં 12 સ્પર્ધકો ભાગ લેશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ શોના કેટલા એપિસોડ હશે અને કેટલા સ્પર્ધકો તેમાં ભાગ લેશે. આ પ્રોજેક્ટ ટીવી નિર્માતા રોબ વોર્સોફ દ્વારા તૈયાર કરાયો છે. તેમણે અગાઉ ‘ડક ડાયનેસ્ટી’ અને ‘મિલિયોનેર મેચમેકર’ જેવા લોકપ્રિય ટીવી શો બનાવ્યા છે. શોમાં હારી જનાર પ્રવાસીને નાગરિકતા અંગે કોઈ નુકસાન થશે નહીં. નાગરિતા મેળવવા માટેના વિકલ્પો પણ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter