હવે ન્યૂ યોર્કમાં કન્જેશન ટોલ વસૂલાશે

Monday 08th April 2024 09:25 EDT
 
 

ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્ક શહેરમાં ટ્રાવેલિંગ કરવું આમ તો પહેલેથી જ બહુ મોંઘું છે પણ હવે ન્યૂ યોર્કના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં કાર, બસ અને ટ્રક જેવા વાહનોની એન્ટ્રી પર સત્તાવાળાઓએ 15 ડોલરથી લઈને 36 ડોલર સુધીનો કન્જેશન ટોલ લાદતાં મેનહટ્ટનના સૌથી વ્યસ્ત વિસ્તારમાં પ્રવેશ વધુ મોંઘો બનશે. કન્જેશન ટોલ વસૂલવાનું જૂન મહિનાના મધ્યભાગથી શરૂ કરાશે. આ ટોલ લાદવા માટે ન્યૂ યોર્કની મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (એમટીએ) દ્વારા વોટિંગ કરાવાયું હતું, જેમાં ટોલ લાદવાની તરફેણમાં 11 અને વિરુદ્ધમાં માત્ર એક વોટ પડયો હતો. કન્જેશન ટોલનો હેતુ લોકોને જાહેર પરિવહનના વધુ ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ મિડટાઉન તથા લોઅર મેનહટ્ટનમાં ટ્રાફિકનું ભારણ ઘટાડી સરવાળે પ્રદૂષણ ઘટાડવાનો છે.
કન્જેશન ટોલથી એક બિલિયન ડોલરથી વધુ રકમ ઊભી કરવાનું એમટીએનું આયોજન છે, જે રકમ સબવે સ્ટેશનોના રિનોવેશન પાછળ ખર્ચાશે. આ સ્ટેશનોને વધુ એક્સેસીબલ બનાવાશે, સબવે સિગ્નલ્સનું આધુનિકીકરણ કરાશે તેમજ સિસ્ટમનું વિસ્તરણ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter