હવે વિઝા અરજીમાં સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક થશે

Sunday 14th December 2025 11:46 EST
 
 

વોશિંગ્ટનઃ ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર નિયંત્રણો મુકવાના પગલાં અંતર્ગત હવે ટ્રમ્પ સરકારે નવો નિર્ણય કર્યો છે. અમેરિકી તંત્રે H-1B અને H-4 વિઝા માટે અરજી કરનારા અરજદારોની ચકાસણી પ્રક્રિયાને સઘન અને આકરી બનાવતા તમામ અરજદારને પોતાની સોશિયલ મીડિયા ઉપરના પ્રોફાઇલને પ્રાઇવસી સેટિંગમાં જઇને ‘પબ્લિક’ (જાહેર) રાખવા આદેશ કર્યો છે, અર્થાત્ આ બંને વિઝા માટે અરજી કરનારા લોકો પ્રોફાઇલને હવેથી ખાનગી રાખી શકશે નહીં. H-4 વિઝા અરજદારના આશ્રિતો માટે હોય છે. યુએસ વિઝા એ અધિકાર નહીં પરંતુ ગૌરવની બાબત છે એમ કહેતાં વિદેશ વિભાગે ઉમેર્યું હતું કે તે દેશની સુરક્ષા-સલામતી માટે જોખમી હોય, સમાજ માટે જોખમરૂપ હોય અને જેઓ અમેરિકામાં પ્રવેશ મેળવવા લાયક ના હોય એવા તમામ અરજદારોની વિઝા અરજીની સંપૂર્ણ અને ઉંડાણપૂર્વકની ચકાસણી કરવા તમામ ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરશે. વિઝા માટેની પ્રત્યેક અરજી એ રાષ્ટ્રીય સુરક્ષાના નિર્ણય સંબંધી હશે એમ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter