લંડન: અમેરિકામાં યોજાયેલી મધ્યસત્રીય ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રેકોર્ડ પાંચ ભારતીય મૂળના અમેરિકનો સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને અમી બેરા સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યાં છે. ભારતીય મૂળના કેટલાક લોકો રાજ્યોની વિધાનસભાઓમાં પણ ચૂંટાયા છે. મિશિગનમાં કોંગ્રેસનલ ઇલેક્શનમાં ભારતીય મૂળના ડેમોક્રેટ શ્રી થાનેદાર પહેલીવાર રિપબ્લિકન પાર્ટીના માર્ટેલ બિવિંગ્સને પરાજિત કરીને ચૂંટાઇ આવ્યા છે.
ઇલિનોઇસના આઠમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી 49 વર્ષીય રાજા કૃષ્ણમૂર્તિ સતત ચોથી ટર્મ માટે સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે રિપબ્લિકન ક્રિસ ડાર્ગિસને પરાજિત કર્યા હતા. સિલિકોન વેલીમાં 46 વર્ષીય ડેમોક્રેટ રો ખન્નાએ રિપબ્લિકન રિતેશ ટંડનને પરાજિત કર્યા હતા. વોશિંગ્ટન સ્ટેટના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં ચેન્નઇમાં જન્મેલા પ્રમિલા જયપાલે તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી ક્લિફ મૂનને પરાજિત કર્યાં હતાં. વર્ષ 2013થી સતત સાંસદ તરીકે ચૂંટાઇ રહેલા 57 વર્ષીય અમી બેરાએ તેમના વિરોધી રિપબ્લિકન તમિકા હેમિલ્ટનને પરાજય આપ્યો હતો. જોકે ભારતીય મૂળના અમેરિકન સંદીપ શ્રીવાસ્તવનો ટેક્સાસના થર્ડ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં કિથ સેલ્ફ સામે પરાજય થયો હતો.
મેરીલેન્ડમાં અરૂણા મિલર પહેલા ભારતીય મૂળના લેફ્ટનન્ટ ગવર્નર ચૂંટાયા
મેરીલેન્ડમાં ભારતીય મૂળના અમેરિકન અરૂણા મિલરે ઇતિહાસ રચ્યો છે. તેઓ રાજ્યના પહેલા ભારતીય મૂળના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ચૂંટાઇ આવ્યાં છે. મેરીલેન્ડ હાઉસના પૂર્વ ડેલિગેટ એવા મિલરને ગવર્નર તરીકે ચૂંટાઇ આવેલા ડેમોક્રેટ વેસ મૂરેની સાથે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ચૂંટણી લડવા મેદાનમાં ઉતારાયા હતા.
વિવિધ સ્ટેટ લેજિસ્લેચરમાં ચૂંટાયેલા ભારતીય મૂળના અમેરિકનો
• અરવિંદ વેંકટ – પેન્સિલ્વેનિયા • તારિક ખાન – પેન્સિલ્વેનિયા • સલમાન ભોજાણી – ટેક્સાસ • સુલેમાન લાલાણી – ટેક્સાસ • સેમ સિંહ – મિશિગન • રણજીવ પુરી – મિશિગન • નબીલા સૈયદ – ઇલિનોઇસ • મેગન શ્રીનિવાસ – ઇલિનોઇસ • કેવિન ઓલિકલ – ઇલિનોઇસ • નબલિયાહ ઇસ્લામ – જ્યોર્જિયા • ફારૂક મુઘલ – જ્યોર્જિયા • કુમાર ભાર્વે – મેરીલેન્ડ • અનિતા સામાણી – ઓહાયો
કાઉન્ટી જજ તરીકે ચૂંટાયેલા ભારતીય મૂળના અમેરિકનો
• કે પી જ્યોર્જ – ટેક્સાસ ફોર્ટ બેન્ડ કાઉન્ટી જજ • મોનિકા સિંહ – ટેક્સાસ હેરિસ કાઉન્ટી જજ • અજય રમણ – ઓકલેન્ડ
કાઉન્ટી કમિશ્નર