હિન્દુ સાંસદ તુલસી વૈદિક વિધિથી લગ્ન કરશે

Tuesday 24th February 2015 12:57 EST
 

 અમેરિકન કોંગ્રેસમાં પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગાબાર્ડ એપ્રિલમાં વૈદિક વિધિ પ્રમાણે સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે લગ્ન કરશે. આ લગ્ન હવાઈમાં યોજાશે. હવાઈમાંથી ડેમોક્રેટીક કોંગ્રેસવુમન તરીકે બીજી ટર્મમાં રહેલા ૩૩ વર્ષીય તુલીસ ગાબાર્ડે પોતાની સગાઈ થઈ હોવાની જાણ એક મહિના પહેલા કરી હતી.

કોંગોમાં સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા

મધ્ય આફ્રિકાના લુમ્બાસી (કોંગો)માં ગઢડા શ્રી ગોપીનાથજી મહારાજના તાબાના ભવ્ય સ્વામીનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તથા લાલજી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજની નિશ્રા હતી. ઘનશ્યામભાઈ જોબનપુત્રા પરિવાર સહિત હરિભક્તો જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter