હિમાંશુ પટેલ અમેરિકામાં ક્રિપ્ટો વર્કિંગ ગ્રૂપમાં સલાહકાર બન્યાં

Tuesday 15th February 2022 15:07 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના સાંસદ પીટ સેશન્સે મૂળ ગુજરાતી હિમાંશુ બી. પટેલની ક્રિપ્ટો ટેકનિક વર્કિંગ ગ્રુપ માટે પોતાના મુખ્ય આર્થિક વિકાસ અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સલાહકાર તરીકે નિમણૂંક કરી હતી.
સેશન્સે જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત નાણાંકીય, ડિજિટલ ટેકનોલોજી અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં ઈનોવેશન મોરચે નવા માપદંડ સ્થાપિત કરવામાં આગેવાની કરે તે અત્યંત જરૂરી છે. પટેલ ટ્રાઈટન ઈલેક્ટ્રિક વ્હિકલ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે.
તેમણે ઉમેર્યું કે તેઓ વૈશ્વિક વેપાર સમુદાયમાં અન્ય નીતિ ઘડનારાઓને વધુ સારી રીતે શિક્ષિત કરવા માંગે છે અને તેથી હિમાંશુ પટેલની સલાહ તેમના અને તેમની ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે.
પટેલે જણાવ્યું હતું કે સેશન્સ ટીમ અને ક્રિપ્ટો ટેકનિકલ વર્કિંગ ગ્રુપમાં તેમની નિમણૂંક ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટોકરન્સી પર સહયોગી ચર્ચા માટે માર્ગ મોકળો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter