ટેગુસિગાલ્સા: આશરે ૯૯ લાખની વસ્તી ધરાવતા મધ્ય અમેરિકી દેશ હોન્ડુરાસમાં ગરીબી, બેરોજગારી, હિંસા અને ડ્રગ્સ માફિયાનો આતંક છે. અહીં અવારનવાર વાવાઝોડાં પણ ત્રાટકે છે. કુદરતી આપત્તિઓને લીધે હોન્ડુરાસની અડધી વસતી સામે ભુખમરાથી સ્થિતિ સર્જાઇ છે. આ બધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા ૩૦૦૦ લોકોનો કાફલો જીવન અને રોજગારની શોધમાં અમેરિકા તરફ પગપાળા નીકળી પડ્યો છે. કાફલામાં બાળકો સહિત અનેક વૃદ્વો સામેલ છે. તેઓ મેક્સિકો અને અલ સલ્વાડોર સહિત ૪ દેશ ઓળંગી અમેરિકા પહોંચશે. ૨૬૦૦ કિ.મી.ની સફર પૂરું કરવામાં ૪ મહિના જેટલો સમય કાફલાને લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે અહીં ૧૦થી વધુ વાવાઝોડાં ત્રાટકી ચૂક્યાં છે. હજારો ઘર નાશ પામ્યાં છે. ખેતી અસંભવત થઇ ગઇ છે એટલા માટે લોકો ૩ વર્ષથી હોન્ડરાસથી પલાયન કરી રહ્યા છે.