અમેરિકાના ઇલિનોયમાં મોર્ટન આર્બોરેટમમાં હાલ દક્ષિણ આફ્રિકી કલાકાર ડેનિયલ પોપ્પરનું આઉટડોર આર્ટ એક્ઝિબિશન હ્યુમન + નેચર ચાલી રહ્યું છે. પોપ્પરનું અમેરિકામાં પહેલું અને અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન છે, જેમાં પ્રકૃતિથી પ્રેરિત વિશાળકાય મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. 15થી 16 ફૂટ ઊંચી આ કળાકૃતિઓ વૃક્ષો અને માનવજીવનના ગાઢ સંબંધોને દર્શાવે છે.