વોશિંગ્ટનઃ પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ આવા હુમલાને રોકવા ભારત સરકારને કડક પગલા ભરવાની અપીલ કરી હતી. અમેરિકાના અન્ય શહેરોમાં પણ હિંસાના મૃતકો માટે પ્રાર્થના કરવામાં આવી હતી. શહેરના સુગરલેન્ડ પાર્કમાં પ્રાર્થના સભાની શરૂઆત ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીત સાથે શરૂ થઇ હતી તે બાદ પૂજારીઓએ દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.