૧૨૦૦ યુઝર એકાઉન્ટ ડિલિટ કરનાર દિપાંશુને બે વર્ષની સજા

Friday 02nd April 2021 07:09 EDT
 
 

વોશિંગ્ટનઃ કેલિફોર્નિયાની કોર્ટે ૧૨૦૦ માઇક્રોસોફ્ટ યુઝર એકાઉન્ટ ગેરકાયદે ડિલિટ કરવા બદલ ભારતીય નાગરિકને બે વર્ષની સજા ફટકારી છે. ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ જ્યારે દિપાંશુ ખૈર ભારતથી અમેરિકા પહોંચ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ખબર ન હતી કે તેની વિરુદ્ધ આઉટસ્ટેન્ડિંગ વોરન્ટ ઇશ્યુ થયું છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર ખૈર ઇન્ફર્મેશન ટેક્નોલોજી કન્સલ્ટિંગ ફર્મમાં ૨૦૧૭થી મે-૨૦૧૮ સુધી નોકરી કરતો હતો. કંપનીને ખૈરના કામથી સંતોષ ન હતો. આ દરમિયાન ૨૦૧૭માં આ કંપનીને કાર્લ્સબેડે ખરીદી લીધી હતી. જાન્યુઆરી- ૨૦૧૮માં ખૈરની કંપનીના હેડ ક્વાર્ટરમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આથી જૂન-૨૦૧૮માં ખૈર ભારત પરત ફર્યો હતો. આ પછી ૮ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ખૈરે કાર્લ્સબેડ કંપનીનું સર્વર હેક કરી લીધું હતું અને ૧૨૦૦ એકાઉન્ટ ડિલીટ કરી નાંખ્યા હતા.
એકાઉન્ટ ડિલિટ કરી નાખવાથી કર્મચારીઓ પોતાના ઇમેઇલનો ઉપયોગ કરી શકતા ન હતાં. આ ઉપરાંત કોન્ટેક્ટ લિસ્ટ, તેમની મિટિંગના કેલેન્ડર, તેમના દસ્તાવેજો, કોર્પોરેટ ડિરેક્ટરી, વીડિયો અને ઓડિયો કોન્ફરન્સ પણ ડિલિટ થઈ ગઈ હતી. આ પછી ખૈર સામે ફરિયાદ નોંધાવાઇ હતી અને વોરન્ટ ઇસ્યુ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter