૨૦૨૦ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી

Thursday 20th June 2019 07:16 EDT
 

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૯મી જૂને ૨૦૨૦માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો હતો. પહેલી સભા ફ્લોરિડામાં યોજી હતી જેમાં ૨૦ હજાર લોકો હાજર હતા. ટ્રમ્પે રાષ્ટ્રવાદ સાથે પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે ફરી એક વાર અમેરિકાને મહાન બનાવવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટ્સ નેતા દેશની અર્થવ્યવસ્થાથી ઇર્ષ્યા કરે છે. જો હું બીજી વાર રાષ્ટ્રપતિ બનીશ તો દેશમાંથી એઇડ્સ અને અન્ય રોગોને સંપૂર્ણપણે સમાપ્ત કરીશ. ટ્રમ્પે ફ્લોરિડાને બેલેટ બોક્સમાં ભૂકંપ ગણાવ્યો. ખરેખર ગત વખતે ફ્લોરિડામાં ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન્સનો ભવ્ય વિજય થયો હતો. ટ્રમ્પે કહ્યું કે અમે ફરી તેનું પુનરાવર્તન કરીશું.

જોકે સર્વેમાં ટ્રમ્પ ડિબેન કરતાં પાછળ

ગત અઠવાડિયે એક પોલમાં જણાવ્યું કે ટ્રમ્પના મુકાબલે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડનને ૫૩ ટકા અને સેન્ડર્સને ૫૧ ટકા વોટ મળી શકે છે. ટ્રમ્પની પસંદગીની ફોક્સ ન્યૂઝનું પણ અનુમાન છે કે તેમની અને બિડને વચ્ચે ૪૯-૩૯નું અંતર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter