૩૯ વર્ષ જેલવાસ ભોગવનારને રૂ. ૧૫૦ કરોડનું વળતર!

Friday 01st March 2019 06:57 EST
 

વોશિંગ્ટન: અમેરિકામાં પૂર્વ પ્રેમિકા અને તેના ચાર વર્ષના પુત્રની હત્યાના ખોટા આરોપસર ૩૯ વર્ષ સુધી જેલમાં રહી ચૂકેલા ૭૧ વર્ષીય ક્રેગ કોલેને ૨.૧૦ કરોડ ડોલરનું વળતર મળશે. તેમને ૧૯૭૮માં પેરોલ વિના આજીવન કેદની સજા થઠઈ હતી. એક અધિકારીએ કહ્યું કે ક્રેગ સાથે જે થયું તે કોઈ પણ રકમથી ભરપાઈ થઈ શકે તેમ નથી પરંતુ તેમને વળતર આપવાથી લોકોમાં સાચો મેસેજ જશે. આ ભૂલ બદલ વળતરની કેલિફોર્નિયા પ્રાંતના અધિકારીઓએ જાહેરાત કરી. નૌકાદળમાં અધિકારી રહી ચૂકેલા ક્રેગને ૧૯૭૮માં પૂર્વ પ્રેમિકા રોન્ડા વિચ (૨૪) અને તેના ૪ વર્ષના પુત્રની હત્યા બદલ દોષિત ઠેરવાયા હતા. કેલિફોર્નિયાના પૂર્વ ગવર્નર જેરી બ્રાઉને ૨૦૧૭માં ક્રેગની સજા માફ કરી દીધી હતી, જે પછી વળતરની માગ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter