૫૪ વર્ષ પછી અમેરિકા-ક્યુબા વચ્ચે દૂતાવાસ માટે સમજૂતી

Friday 03rd July 2015 02:04 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકા અને ક્યુબાએ વોશિંગ્ટન અને હવાનામાં દૂતાવાસ શરૂ કરવા સમજૂતી કરી છે. આમ, ૫૪ વર્ષ પછી જૂની દુશ્મનીનો અંત લાવવાની દિશામાં તેને એક મોટું કદમ માનવામાં આવે છે.

અમેરિકન સૂત્રોએ જણાવ્યું હતું, ‘અમે અધિકૃત રીતે જાહેર કરીશું કે અમેરિકા અને ક્યુબા વચ્ચે ઔપચારિક રાજદ્વારી સંબંધો ફરીથી સ્થાપિત કરવા અને એકબીજાની રાજધાનીઓમાં દૂતાવાસ સ્થાપિત કરવા માટે સમજૂતી થઈ છે.’ આશા છે કે બરાક ઓબામા જાહેરમાં સમજૂતીની ઘોષણા કરશે. તેમના રાષ્ટ્રપ્રમુખ તરીકેના કાર્યકાળમાં આ વિદેશ નીતિની મોટી સફળતા માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો પાંચ દાયકા સુધી વણસેલા રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter