૬માંથી ૩ ભારતીયનો વિજયઃ પ્રમિલા અને કમલાનો વિક્રમ

Wednesday 16th November 2016 08:02 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં સેનેટર અને કોંગ્રેસ મેમ્બરની ચૂંટણીમાં ભારતીય મૂળના ૬માંથી ૩નો વિજય થઈ ચૂક્યો છે. પ્રમિલા જયપાલે વોશિંગ્ટનમાં વિજય સાથે વિક્રમ સર્જયો છે. તેઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાનારા પહેલી ભારતીય અમેરિકન મહિલા બની છે. કમલા હેરિસ અમેરિકી સેનેટમાં ચૂંટાનારા પ્રથમ ભારતીય અમેરિકન છે. તે ઉપરાંત રાજ કૃષ્ણમૂર્તિ ઈલિનોઈસમાંથી પ્રતિનિધિ સભામાં ચૂંટાયા છે.

પ્રમિલા જયપાલે ઈતિહાસ રચ્યો
પ્રમિલા જયપાલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાનારા પ્રથમ ભારતીય મૂળના મહિલા છે. અત્યાર સુધી પ્રતિનિધિ સભામાં ભારતીય મૂળના ત્રણ લોકો ચૂંટાયા હતા જેમાં દલીપસિંહ સૌંધ, બોબી જિંદાલ અને એમી બેરાનો સમાવેશ થાય છે. ૫૧ વર્ષીય પ્રેમિલા મૂળ ચેન્નાઈના વતની છે.

ભારતીય મૂળના કમલા હેરિસ
કમલા હેરિસે પણ અમેરિકાની ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો છે. કેલિફોર્નિયામાંથી સેનેટમાં ચૂંટાઈ આવેલા કમલા હેરિસ અમેરિકી સેનેટમાં ચૂંટાઈ આવનારાં બીજા અશ્વેત મહિલા સેનેટર બન્યાં છે. કેલિફોર્નિયાએ ૨૪ વર્ષમાં પહેલી વાર સેનેટર બદલ્યા છે. અહીં ૧૯૯૩થી બાર્બરા બોક્સર સેનેટર તરીકે ચૂંટાઈ આવતા હતાં. ડેમોક્રેટ કમલા હેરિસ રાજ્યની પહેલી મહિલા એટર્ની જનરલ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter