૭૧ લાખ કરોડ ડોલરનું દેવું ઘટાડવા મોન્ટાના કેનેડાને વેચવાની માગ

Friday 01st March 2019 06:55 EST
 

વોશિંગ્ટનઃ એક વેબસાઇટ પર લોકોએ એવી માગ કરી કે અમેરિકા પર અત્યાર સુધીનું દેવું વધીને ૭૧ લાખ કરોડ થયું છે જેને પહોંચી વળવા મોન્ટાના રાજ્ય કેનેડાને વેચી દેવામાં આવે. મોન્ટાનાને વેચવા એક ટ્રિલિયન ડોલરની કિંમત અંકાઈ છે. ‘ચેન્જ ઓર્ગેનાઈઝેશન’ વેબસાઇટ પર મુકાયેલી પીટિશનમાં કહેવાયું કે, મોન્ટાના અમેરિકા માટે નકામું છે તેથી તેને વેચી દેવું જોઈએ. તેના દ્વારા અમેરિકાના દેવામાંથી ૭૧ લાખ કરોડની ભરપાઈ થઈ જશે. અમેરિકા પર હાલમાં ૧,૫૦૦ લાખ કરોડનું દેવું છે. મોન્ટાનાની જનસંખ્યા પણ ઘણી ઓછી છે અને લોકો તેને અમેરિકાથી અલગ માની રહ્યા છે. બીજા લોકોએ કહ્યું કે ટ્રમ્પ પ્રશાસનમાંથી મુક્તિ માટે મોન્ટાનાએ કેનેડાની સાથે ચાલ્યા જવું જોઈએ. ટ્વિટર અને ફેસબુક યૂઝર્સે આ પીટિશન પર અલગ અલગ પ્રતિક્રિયા આપી છે.

મોન્ટાના મક્કામું?

અમેરિકા-કેનેડાની સરહદે આવેલા મોન્ટાનાની વસતી લગભગ એક લાખ છે. આ રાજ્યને અમેરિકાથી અલગ પાડવા ૭,૦૦૦ લોકોએ પીટિશન પર હસ્તાક્ષર કર્યાં છે. લગભગ તમામ લોકોએ એકસૂરે જણાવ્યું કે, મોન્ટાના અમેરિકા માટે સાવ બેકાર છે અને મોન્ટાનાના વેચાણ દ્વારા મળેલી રકમ દ્વારા ૭૧ લાખ કરોડ ડોલરનું ભરપાઈ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter