૯/૧૧ની વાર્ષિક તિથિએ કાબૂલમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો

Wednesday 18th September 2019 08:15 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકા પર થયેલા વિધ્વંસક ૯/૧૧ના રોજ થયેલા હુમલાની તિથિએ કાબૂલમાં સઘન સુરક્ષા ધરાવતા રાજદ્વારી વિસ્તારમાં અમેરિકી દૂતાવાસ ખાતે મધરાતે રોકેટ ઝીંકવામાં આવતાં વિસ્ફોટ સાથે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જોકે સંકુલમાં તૈનાત અધિકારીઓએ એક જ કલાકમાં સબ સલામત હોવાની જાહેર કર્યું હતું કે રોકેટ હુમલાને પગલે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
મધરાત પછી મધ્ય કાબૂલમાં રોકેટ ઝીંકવામાં આવતાં થયેલા વિસ્ફોટને પગલે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સાયરનના અવાજ પણ સંભળાયા હતા. અમેરિકી દૂતાવાસમાંથી કર્મચારીઓએ લાઉડસ્પીકર પર જાહેરાત કરી હતી કે રોકેટ ઝીંકવામાં આવતાં થયેલો વિસ્ફોટ દૂતાવાસના મેદાનમાં થયો હતો. અફઘાન સત્તાવાળાઓ તાકીદે કોઈ ટિપ્પણી આપી નહોતી. વિસ્ફોટ સ્થાનથી નજીક આવેલા નાટો મિશને પણ કહ્યું હતું કે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
ટ્રમ્પે ચર્ચા રોકી દીધી હતી
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે અમેરિકા-તાલિબાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો રદ કર્યા પછી અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ પર થયેલો આ સૌ પ્રથમ મોટો હુમલો હતો. અમેરિકા દ્વારા વિશ્વમાં સૌથી લાંબા સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં અંત માટે તાલિબાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter