૯૩ લાખ ડોલરના છેતરપિંડી કેસમાં ગુજરાતીની ધરપકડ

Wednesday 13th March 2019 07:31 EDT
 

ન્યૂ યોર્કઃ સિસ્કો સિસ્ટમના પૂર્વ કર્મચારી પૃથ્વીરાજ ભીખા (ઉં ૫૦) સામે જાણીતી ટેકનોલોજી જંગી કંપની સાથે ૯૩ લાખ ડોલરની છેતરપિંડીનો કેસ નોંધાતા તેની સાતમીએ ધરપકડ કરાઈ હતી. સોમવારે ભીખાને થોડા સમય માટે યુએસ મેજિસ્ટ્રેટ જજ જોસેફ સ્પેરોની ફેડરલ કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેને ૩૦ લાખ ડોલરના બોન્ડ પર છોડવામાં આવ્યો હતો. એફબીઆઈના એજન્ટ મારફતે કરાયેલી એફિડેવિટ અનુસાર ભીખા ૨૦૧૭માં મધ્ય ભાગ સુધી સિસ્કો સિસ્ટમના સાન ફ્રાન્સિસ્કો એકમમાં ડાયરેક્ટર નિમાયા હતા. એફબીઆઇના જણાવ્યા મુજબ, ભીખાએ ૨૦૧૭માં ડિરેક્ટર બન્યા પછી સિસ્કો તરફથી થર્ડ પાર્ટી વેન્ડર સાથે વાતચીત માટે શેલ કંપનીઓ બનાવી હતી. આ કંપનીઓમાં રૂ. ૬૬ કરોડ ચૂકવણી કરાવી હતી. આમાંથી મોટા ભાગની રકમ ભીખા અને તેમની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી. સિસ્કોને આ મામલે ત્યારે જાણ થઈ જ્યારે ભીખા અને તેના એક સાથી કર્મચારીને બોગસ દસ્તાવેજ તૈયાર કર્યાં. આ લોકોએ સિસ્કોની સાથે મિટિંગ કરીને એક બોગસ સીઇઓની પણ નિમણૂક કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter