‘ડાયમંડ આઈ’

દૃષ્ટિ ગુમાવી તો યુવકે આંખમાં જડાવ્યો રિયલ ડાયમંડ

Friday 31st October 2025 07:25 EDT
 
 

અલાબામાઃ અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. સ્લેટર જોન્સે કહ્યું કે, ‘મેં એક આંખ ગુમાવી હતી, પરંતુ આ ડાયમંડ આઇ મારા જીવનમાં નવી ચમક લઈ આવી છે. આ હીરાવાળી આંખ પર પ્રકાશ પડે ત્યારે તે ચમકીને એકદમ અનોખી લાગે છે – આંખમાં હીરો જ ઝગમગી ઉઠે છે.’ એક ગંભીર બીમારીને કારણે સ્લેટરે સારવાર કરવા છતાં જમણી આંખની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. મોટાભાગના લોકો આવા સંજોગોથી નિરાશ થતા હોય છે, પરંતુ સ્લેટરે આ પરિસ્થિતિનો સામનો એટલા દૃઢ નિશ્ચય સાથે કર્યો કે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter