‘નાસા’ની ઓરિયન કેપ્સ્યુલનું ચંદ્ર પરથી સફળતાપૂર્વક પરત ફરી

Thursday 15th December 2022 10:11 EST
 
 

કેપ કેનેવેરલઃ ‘નાસા’ની ઓરિયન કેપ્સ્યુલ રવિવારે ચંદ્ર પરથી પરત ફરી હતી અને મેક્સિકોની ખાડીમાં ઉતરાણ કર્યું હતું. આ સફળ ટેસ્ટ ફ્લાઈટ ચંદ્ર પરની સમાનવ અવકાશયાત્રાનો માર્ગ ખોલી શકે છે. આ કેપ્સ્યુલ વાતાવરણમાં પ્રવેશી ત્યારે તેની ઝડપ મેક 32 એટલે કે અવાજની ઝડપ કરતાં 32 ગણી વધારે હતી. તેણે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાની સાથે 5000 ડિગ્રી તાપમાન સહન કર્યું હતું. બાદમાં તે મેક્સિકોના અખાતમાં ખાબકી હતી. નૌકાદળના જહાજે ઝડપથી આ સ્પેસક્રાફ્ટ પરત મેળવ્યું હતું અને તેની સાથે ત્રણ ડમી પણ હતી. આ ડમીમાં વાઇબ્રેશન સેન્સર અને રેડિયેશન મોનિટર ગોઠવવામાં આવ્યા હતા.
‘નાસા’એ ચંદ્ર પરની આગામી ફ્લાઈટ માટેનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આ મિશન માટે 2024નું વર્ષ નિયત કરાયું છે. ચાર અવકાશયાત્રીઓ તેમાં ભાગ લેશે. આ મિશનમાં ભાગ લેનારા બે જણા 2025માં ચંદ્ર પર ઉતરાણ કરશે. આ પહેલાં 50 વર્ષ પહેલાં અવકાશ યાત્રીઓએ ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter