વોશિંગ્ટન: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ ટ્રમ્પ પરિવાર માટે ધરખમ આવકનો સ્ત્રોત બની રહ્યો છે. અમેરિકાના અગ્રણી અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ ટ્રમ્પ સરકારે છેલ્લા એક વર્ષમાં જે દેશો સાથે મોટી ડીલ કરી છે તેનાથી ટ્રમ્પ પરિવારનો વ્યવસાય ઝડપથી વિકસ્યો છે.
ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં બીજી વાર પહોંચ્યા ત્યારે તેમણે તેમના પહેલા કાર્યકાળની જેમ એવું વચન આપ્યું ન હતું કે તેમનો પરિવાર નવા આંતરરાષ્ટ્રીય સોદા કરશે નહીં. જોકે એક સમયે ક્રિપ્ટોને છેતરપિંડી ગણાવનારા ટ્રમ્પ હવે પોતે ક્રિપ્ટોને પ્રોત્સાહન આપે છે. ટ્રમ્પ પરિવારનો વ્યવસાય રિયલ એસ્ટેટથી આગળ વધીને ક્રિપ્ટો, એઆઈ અને ડેટા સેન્ટર્સ સુધી વિસ્તર્યો છે.
ટીકાકારોનું કહેવું છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રમુખ પદ અમેરિકા કરતાં વધુ પરિવારની સેવા કરતું હોય તેવું લાગે છે. એપ્રિલ 2025માં સાઉદી સમર્થિત ગોલ્ફ ટુર્નામેન્ટમાં લખ્યું હતું આ શ્રીમંત બનવાનો શ્રેષ્ઠ સમય છે, પહેલા કરતાં પણ વધુ અમીર. આ માર્ગ પર આગળ વધી રહ્યા છે.
ટ્રમ્પ ફેમિલીનો બિઝનેસ
• ક્રિપ્ટો બિઝનેસઃ ડોનાલ્ડ ટ્રમ્પ, સ્ટીવ વિટકોફ (સેન્ટ્રલ એશિયા માટે યુએસના ખાસ દૂત), અને તેમનો પુત્ર આ બિઝનેસનું સંચાલન કરે છે. વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ ટ્રમ્પ મેમેકોઈન ડબ્લ્યુએલએફઆઈ ટોકન જારી કરે છે.
• રિઅલ એસ્ટેટ અને ટ્રમ્પ બ્રાન્ડ: ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ સાથે મળીને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે. હોટલ, ગોલ્ફ કોર્સ અને ટાવર માટે ટ્રમ્પ નામ લાઇસન્સ હોય છે. તે આઠ વૈશ્વિક પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યું છે.
• એઆઈ અને ટેક રોકાણઃ સ્ટીવ વિટકોફ અને ડેવિડસેક્સ એઆઈ અને ડેટા સેન્ટર રોકાણોનું નિરીક્ષણ કરે છે. લુટનિકની કંપની ફી કમાય છે. યુએઈને જી42ને એનવીડિયા ચિપ્સ વેચવાથી નેટવર્કને ફાયદો થયો.
• સંરક્ષણ અને ટેક કરારોઃ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે સંકળાયેલી કંપનીઓ ડ્રોન અને સંરક્ષણ ટેકનોલોજી કરારો સંભાળે છે. તેમને પેન્ટાગોનથી કરારો મળ્યા છે. ટીએઈ ટેક્નોલોજીસ સાથે 349,800 કરોડનો મર્જર પ્રસ્તાવ છે.
• નાણાકીય અને રોકાણ કંપનીઓઃ જેરેડ કુશનર એફિનિટી પાર્ટનર્સ ચલાવે છે. સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશોમાંથી હજારો
કરોડ એકત્ર કરાયા છે. આ નાણાં રિયલ એસ્ટેટ, ટેક અને ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરાયા છે.


