વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. રંગીન મિજાજના 79 વર્ષીય ટ્રમ્પે લેવિટ તરફ જોતાં કહ્યું હતું, ‘આજે હું મારી સાથે અમારી સુપરસ્ટાર કેરોલિનને પણ લાવ્યો છું. શું તે અદભૂત નથી?’ એટલેથી ના અટકતા ટ્રમ્પે વખાણ કરતાં કહ્યું હતું કે ‘જ્યારે તે ઓપ...ઓપ...ઓપ...ની જેમ ધડકતાં ને નાની મશીનગન જેવા હોઠની સાથે અત્યંત રૂપાળો ચહેરો લઇને સ્ટેજ ઉપર આવે છે ત્યારે તેને સહેજપણ ડર લાગતો નથી’.


