2 કરોડ વર્ષ જૂના ‘થેરોપોડ’ ડાયનાસોરના પગલાંના નિશાન મળ્યાં

Tuesday 17th November 2026 09:25 EST
 
 

બેંગકોકઃ થાઈલેન્ડના ઉડોન થાની શહેરમાં આશરે 12 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના પગલાનાં નિશાન મળ્યા છે. ખનિજ સંસધાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશના ઉત્તર-પૂર્વ પ્રાંતમાં આ પ્રકારના પ્રાચીન અશ્મિ મળવાની આ પહેલી ઘટના છે. બાન ફુ જિલ્લાના ફુ ફ્રા બાટ વિસ્તારમાં મળેલાં આ નિશાનની લંબાઈ 29 સેન્ટિમીટર અને પહોળાઈ 26 સેન્ટિમીટર છે. જેમાં ત્રણ અણીદાર આંગળી સ્પષ્ટ નજરે પડે છે. નિષ્ણાતોના મતે, આ નિશાનો થેરોપોડ પ્રજાતિના ડાયનાસોરના છે, જે બે પગ પર ચાલતા હતા. આ ડાયનાસોરની લંબાઈ આશરે 6.3 મીટર હોવાનો અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter