84 વર્ષ અને 9 દિવસ...ઃ એક જ કંપનીમાં સળંગ કામ કરવાનો વિશ્વવિક્રમ

Sunday 15th February 2026 11:00 EST
 
 

બ્રાઝિલિયાઃ આજે લોકો ઝડપી પ્રગતિની આશાએ વારેઘડીએ નોકરી બદલતા જોવા મળે છે ત્યારે બ્રાઝિલના વોલ્ટર ઓર્થમેનએ એક જ કંપનીમાં સળંગ 84 વર્ષ અને 9 દિવસ કામ કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. વોલ્ટર ઓર્થમેને 17 જાન્યુઆરી 1938ના રોજ ઈન્ડસ્ટ્રીઝ રેનોક્સ એસ.એ. (હવે રેનોક્સવ્યુ)માં 15 વર્ષની વયે શિપિંગ સહાયક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. પરિવારની આર્થિક મદદ કરવા માટે તત્પર વોલ્ટરને જર્મન ભાષા પર મજબૂત પકડને લીધે આ પ્રથમ નોકરી મળી હતી. ઉત્કૃષ્ટ યાદશક્તિ અને સમર્પિત ભાવથી કામ કરવાના લીધે તેઓ સમયના વહેવા સાથે પ્રમોશન મેળવતા ગયા અને આગળ વધતા ગયા. આજે તેઓ સેલ્સ મેનેજર તરીકે જવાબદારી સંભાળે છે. ઓર્થમેન કહે છે કે તેમણે ક્યારેય રેકોર્ડ નોંધાવવાનું વિચાર્યું પણ નહોતું, પરંતુ તેમને ગર્વ છે કે લાંબી કારકિર્દી એક અસાધારણ સિદ્ધિ બની ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter