GPSનો (આંધળો) ભરોસો ભારે પડ્યોઃ ૧૨૦૦ કિલોમીટરનો આંટો માર્યો!

Tuesday 17th March 2015 05:53 EDT
 

ગુજરાતીમાં કહેવત છે કે ભરોસાની ભેંસ પાડો જણે... કોઇ વ્યક્તિ પરનો આંધળો ભરોસો ભારે પડી શકે છે એમ મશીન કે ટેક્નોલોજી પરનો વધુ પડતો ભરોસો પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે. આજકાલ કોઈક અજાણી જગ્યાએ પહોંચવું હોય છે ત્યારે વ્યક્તિ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ કરતી હોય છે. એવું મનાય છે કે તેના સહારે ભલભલા રસ્તા મળી જાય છે. જોકે એક બસ-ડ્રાઇવરને જબરો કડવો અનુભવ થયો. આ બસચાલક ભાઇ બેલ્જિયમ ટૂરિસ્ટોને ફ્રેન્ચ સ્કી-રિસોર્ટ પર પહોંચાડવા માટે GPS દ્વારા મળતા દિશાસૂચન પર આધારિત રહ્યા એમાં વગરફોગટનું ૧૨૦૦ કિલોમીટરનું ચક્કર કાપવું પડ્યું હતું.
ફ્રાન્સના એ રિસોર્ટમાં પ્રવેશવાના ત્રણ રસ્તા છે અને બસ-ડ્રાઇવરે GPSને કારણે મોટો અને જબરજસ્ત લાંબો રસ્તો પસંદ કરી લીધો એને કારણે ટૂરિસ્ટોની મુસાફરી એક આખો દિવસ લંબાઈ ગઈ અને ફ્રાન્સની આખીયે પર્વતમાળાની પરિક્રમા કરીને નિર્ધારિત કરતાં વધારાના ૨૪ કલાક બસમાં સફર કર્યા પછી ટૂરિસ્ટો સ્કી-રિસોર્ટ પર પહોંચી શક્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter