અજબ કુદરત ને ગજબ તેની માયા

Tuesday 24th November 2015 11:39 EST
 
 

કુદરતની માયા પણ અજબ જેવી છે, આપણે માનવ વસ્તી વધી ગઇ તેનો કકળાટ કરીએ છીએ, પણ આ તસવીરમાં જુઅો છે તેવા અઢી લાખ જેટલા દરિયાઇ કાચબા 'અોલિવ રિડલીઝ'એ ગયા સપ્તાહે કોસ્ટા રિકાના દરિયા કિનારે ઇંડા મૂક્યા હતા. આ કાચબા એક વખતમાં ૧૫-૨૦ કરતા વધારે ઇંડા મૂકતા હોવા છતાં તેમની ક્રમશ: વસ્તી ઘટી રહી છે અને કદાચ લુપ્ત થઇ જાય તો પણ નવાઇ નહિં.

આ કાચબાઅોનો મોટો સમૂહ ભારતના અોરીસ્સાના કેન્દ્રપાડા જીલ્લાના ગાહિરમાથાના દરિયાકિનારે પણ ઇંડા મૂકે છે. ૧૯૯૧માં ૬ લાખ કાચબાઅોએ પોતાના ઇંડા મૂક્યા હતા. ભારતમાં આ કાચબાઅોના રક્ષણ માટે અોરીસ્સામાં ખાસ વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુરી બનાવવામાં આવી છે. 

આ કાચબા તસવીરમાં જણાય છે તેમ ઇંડા મૂકવાના હોય ત્યારે મોટી સંખ્યામાં દરિયામાંથી એક સાથે બહાર આવે છે અને પોતાના ઇંડા મૂકે છે. ઘણી વખત દરિયાકિનારે આવતા સહેલાણીઅો આ કાચબાને સતાવતા પણ હોય છે. પરંતુ આ કન્યા કાચબાઅોને પરેશાન કરવાને બદલે પોતાની કુતુહલતા સંતોષી રહી છે. બીજી તરફ કુતરા અને અન્ય જાનવરો પણ આ કાચબાઅોએ મુકેલા ઇંડાને નુકસાન કરતા હોય છે. આવા તબક્કે નિર્દોષ કાચબાઅો કરે તો શું કરે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter