અઢી ફૂટનો દુલ્હો ને ત્રણ ફૂટની દુલહન

Saturday 21st March 2015 07:30 EDT
 
 

લગ્નની જોડી તો સ્વર્ગમાં જ બનતી હોય છે, માત્ર યુગલનું મિલન પૃથ્વી પર થતું હોય છે. ઝારખંડના કોડરમામાં આવેલા કટિયાના રામજાનકી મંદીરમાં આવો જ કિસ્સો બન્યો છે. જ્યાં ૧૯ માર્ચે માંડ અઢી ફૂટનો દુલ્હો અને અને ત્રણ ફૂટની દુલહન સાત ફેરા ફરીને પવિત્ર લગ્નબંધનમાં બંધાયા હતા.
દુલ્હો ૩૦ વર્ષનો મોતી લાલ વર્ણવાલ પરસાબાદ કટિયાનાનો રહેવાસી છે જ્યારે ૧૯ વર્ષની દુલહન શોભા કુમારી તેતરૌન પંચાયતના ગામ મતોનીની રહીશ છે. આ બન્ને લગ્ન કરવા તો ઇચ્છતા હતા, પણ કદ વામન હોવાના કારણે તેમના લગ્ન થતાં નહોતા. મોતી લાલ ૨૦૦૧માં મેટ્રિક પાસ કરીને પોતાના ઘરમાં જ નાની દુકાન કરી પોતાનો જીવનનિર્વાહ ચલાવતા હતા. સમાજના કેટલાક આગેવાનોને બન્નેને જોયાને લગ્ન માટે પહેલ કરી. બન્નેના પરિવાર સહમતિથી રંગેચંગે લગ્ન લેવાયા. લગ્ન બાદ વર અને વધૂ બન્ને ઘણા ખુશખુશાલ જોવા મળતા હતા. આ માંગલિક પ્રસંગે પરિવારજનો ઉપરાંત સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter