અદ્ભુત અને અવિશ્વનસીય

રિયલલાઇફ સ્પાઇડરમેનનું સાહસ

Friday 06th February 2026 09:16 EST
 
 

તાઈપેઇઃ અમેરિકાનો ફેમસ ફ્રીસ્ટાઇલ રોક ક્લાઇમ્બર એલેક્સ હોનોલ્ડે તાજેતરમાં તાઇવાનના જાણીતા તાઇપેઇ 101 બિલ્ડિંગ પર સડસડાટ ચઢી જઇને લોકોને દંગ કરી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈ રસ્સી કે સેફટીના સાધનોની મદદ વિના એલેક્સે આ બિલ્ડીંગ ચઢ્યો છે. આ બિલ્ડિંગ લગભગ 508 મીટર ઊંચું છે. કાચના બનેલા આ હાઇરાઇઝ બિલ્ડિંગ પર ચડવા માટે એલેક્સે પોતાના હાથ અને પગ સિવાય બીજી કોઈ પણ ચીજનો ઉપયોગ કર્યો નહોતો. ફ્રી સોલો ચડાઈ કરવા માટે જાણીતા એલેક્સના આ કારનામાને ઓટીટી પ્લેટફોર્મ નેટફિલક્સ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.
એલેક્સને 101 માળનું તોતિંગ બિલ્ડીંગ ચઢવામાં માત્ર 90 મિનિટનો સમય લાગ્યો હતો. વચ્ચે-વચ્ચે તે આરામથી બિલ્ડિંગનાં વચલાં છજાંઓ પર બેસીને આરામ પણ કરી લેતો હતો. એલેક્સને એવું જ્યારે પૂછવામાં આવ્યું કે બિલ્ડિંગના મિનારા પર ચડી ગયા પછી તેને નીચેનો માહોલ કેવો લાગ્યો હતો? તો સવાલના જવાબમાં તેણે બે જ શબ્દ કહ્યા હતાઃ ‘અદ્ભુત અને અવિશ્વનસીય’. તાઇવાનના સૌથી ઊંચા બિલ્ડિંગ તાઇપેઇ 101 પર કોઈ વ્યક્તિ દોરડા વિના પહેલી વાર ચઢી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter