પોલેન્ડના ફોટોગ્રાફર પાવેલ જિગમન્ટ દ્વારા આઇસલેન્ડમાં ઝડપાયેલો આ ફોટો પહેલી નજરે જોવામાં ડ્રેગનની આંખ જેવો લાગશે, પરંતુ વાસ્તવમાં આ એક ગરમ પાણીનું ઝરણું છે. અને તેની આજુબાજુ જોવા મળે છે તે કુદરતી ખનિજોના પડ છે. પાવેલે આ શાનદાર ફોટો ડ્રોન કેમેરાથી શૂટ કર્યો છે. આ વિસ્તાર ખુબ વિષમ હવામાન ધરાવે છે. આ તસવીર નેશનલ જિયોગ્રાફિક ટ્રાવેલર (યુકે)ના 2025ના ફોટો કોન્ટેસ્ટની લેન્ડસ્કેપ કેટેગરીમાં વિજેતા જાહેર થઇ છે.