આંબો એક પણ કેરી આપે છે ૨૦ જાતની!

Wednesday 05th May 2021 00:42 EDT
 
 

બેંગલુરુ જિલ્લાના શિવમોલા નિવૃત્ત બાગાયત અધિકારી શ્રીનિવાસે એક જ વૃક્ષ પર ૨૦ જાતની કેરીઓ ઉગાડવમાં સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું કે, મારા ઘરમાં બહુ ઓછી જગ્યા હોવાથી મેં અહીંની લોકલ કેરીનો આંબો રોપ્યો હતો. પછી તે વૃક્ષ પર અન્ય બે જાતની કેરીઓ ગ્રાફ્ટિંગ ટેક્નિકથી ઉગાડી. તે પછી છેલ્લા ૧૬ વર્ષમાં મેં આ જ વૃક્ષ પર ૨૦ જાતની કેરીઓ ઉગાડવામાં સફળતા મેળવી છે. જેમાં બેંગનપલ્લીસ મલ્લિકા, તોતાપુરી, રત્નીગિરી, આફુસ, સહિતની કેરીઓ સામેલ છે. શ્રીનિવાસે ઉમેર્યું કે હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં કામ કરતી વખતે અમે ઘણી વાર એક-બે જાતના છોડનું ગ્રાફ્ટિંગ કરતા હતા પણ ૨૦ જાતની કેરીઓ એક જ વૃક્ષ પર ઉગાડવાનો પ્રયોગ પહેલીવાર કર્યો છે. જેમની પાસે ઓછી જગ્યા છે તેમના માટે આ ટેક્નિક બહુ જ ઉપયોગી છે. મહેનતના ફળ જ મીઠા હોય છે તેવું નથી, તેની કેરી પણ મીઠી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter