ઇજિપ્તમાં નાઇલ નદીના કિનારે વસેલું ઐતિહાસિક એસના શહેર પ્રાચીન ખનૂમ મંદિર માટે જગવિખ્યાત છે. આ દેવાલય પૌરાણિક ઇજિપ્તની સૃષ્ટિ અને નાઇલ નદીના દેવતા ખનૂમને સમર્પિત છે. 2000 વર્ષ પુરાણા આ મંદિરની છત ને દિવાલો આજેય તેના મૂળ રંગો અને બારિક કલાકૃતિ સાથે અસલ સ્વરૂપે છે. આ સંરચના પ્રાચીન મિસ્ર સભ્યતાની કળા-આસ્થા અને સ્થાપત્ય કૌશલ્યનું જીવંત ઉદાહરણ મનાય છે.


