આને આપણે બહુમાન સમજવું કે અપમાન?!

ટેલર સ્વિફ્ટના ગોલ્ડન વાળને ધ્યાનમાં રાખી નવી જીવાત તેના નામે ઓળખાશે

Thursday 17th September 2026 06:45 EDT
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં શોધાયેલી નવા જીવાતનું નામ પ્રખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટ પરથી ‘સ્વિફ્ટીફિલસ’ રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ ઓસ્ટ્રેલિયામાં વનસ્પતિ ખાતી કીટકોની 12 નવી પ્રજાતિ શોધી કાઢી છે. જેમાંથી એક આખી પ્રજાતિને આ અનોખું નામ અપાયું છે. આ જીવાતનો આછો પીળો અને લાલ રંગ ટેલર સ્વિફ્ટના સોનેરી વાળ અને પ્રખ્યાત લાલ લિપસ્ટિકના લુક સાથે મેળ ખાતો હોવાથી આ નામ પસંદ કરાયું છે. આ ઉપરાંત, તેની અન્ય ચાર પેટા-પ્રજાતિઓના નામ પણ ટેલર સ્વિફ્ટ અને તેના લોકપ્રિય આલ્બમ્સ ‘લવર’, ‘ફિયરલેસ’ અને ‘ધ ટોર્ચર્ડ પોએટ્સ ડિપાર્ટમેન્ટ’ પરથી પ્રેરિત થઈને ‘સ્વિફ્ટીફાઈલસ ટેલોરે’, ‘અમાટોર’, ‘ઇન્ટ્રેપિડસ’ અને ‘પોએટોરમ’ રાખવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓ આ અનોખા નામ દ્વારા કીટ સંરક્ષણ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. જોકે ટેલર સ્વિફ્ટનું આ ‘નામકરણ’ને બહુમાન ગણે છે કે અપમાન તે જાણવા મળતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter