આમુર-તિમુરની મિત્રતા પર પૂર્ણવિરામ!

Thursday 04th February 2016 00:48 EST
 
 

મોસ્કોઃ રશિયાના પ્રિમોરસ્કાર સફારી પાર્કમાં ગયા મહિને પાંગરેલી વાઘ-બકરીની દોસ્તીનો અંત હવે નજીક છે. બકરીને તેનો જ મિત્ર વાઘ શિકાર બનાવશે. વાઘ-બકરીની મિત્રતા સફારી પાર્કમાં છેલ્લા કેટલાક સમયથી ધ્યાનાકર્ષક બની હતી. પ્રિમોરસ્કાર સફારી પાર્કમાં સર્બિયાનો વાઘ છે.
આમુર નામના આ વાઘને સપ્તાહમાં જે દિવસે જીવતો ખોરાક આપવાના દિવસે તિમુર નામની બકરી પાંજરામાં મૂકાઇ હતી. વાઘ ભૂખ્યો હોવા છતાં તેણે બકરીનો શિકાર કર્યો ન હતો અને થોડી વાર પછી બંને રમત કરવા લાગ્યા હતા.  આ પછી વાઘને એક સસલું ખોરાક માટે અપાયું હતું જેનો વાઘે શિકાર કર્યો હતો. બીજી વખત વાઘ અને બકરીને સાથે રાખવામાં આવ્યા ત્યારે પણ વાઘે તેને શિકાર કર્યો ન હતો. જોકે, એ વખતે બકરીને વાઘને શિંગડું માર્યું હતું એટલે વાઘે તેને હવામાં ફંગોળી હતી. તેમ છતાં શિકાર કર્યો ન હતો. ત્યારબાદ બકરીને અલગ પાંજરામાં મૂકી દેવાઈ હતી.
સોશ્યલ મિડીયામાં આ દોસ્તી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. રશિયામાં વાઘ-બકરીની દોસ્તીના ટી-શર્ટ પણ વેચાવા લાગ્યા હતા. પણ હવે બંને વચ્ચે લડાઈ થઈ જતાં ફરીથી સફારી પાર્કના સત્તાધીશો
ટૂંક સમયમાં ફરીથી બકરીને વાઘના શિકાર તરીકે મૂકશે તેવા અહેવાલ છે.




to the free, weekly Gujarat Samachar email newsletter